હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE







મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબીમાં અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકે ફોન કર્યો હતો કે, એક અજાણી મહિલા ઘણા સમયથી એકલા બેઠી છે અને પૂછપરછ કરતા સરખા જવાબ આપતી નથી જેથી તાત્કાલિક અભયમની ટિમ તે મહિલા પાસે પહોચી હતી

અભયમ ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતિબેન તથા પાયલોટ રબારી વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા  અને ત્યાં જઈને મહિલાને સાંત્વના આપી હતી અને સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ? ક્યાંથી આવ્યા ? વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો બાદ  મહિલાના પરિવારનો સંપર્ક થયો હતો અને ટીમ ત્યાં પહોંચી હતી અને મહિલાના પરિવારજનોની પૂછપરછ કરતા પરિવારજનોએ જણાવ્યુ હતું કે, મહિલા માનસિક અસ્વસ્થ છે અને ઘરેથી કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગઈ હતી અને તે મહિલાને તેના પરિવારજનો શોધી રહ્યા હતા. હાલમાં અભયમની ટીમે મહિલાનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ છે.






Latest News