મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ


SHARE







ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ

ટંકારાના હરબટીયાળી ગામે રહેતો શખ્સ ગામમાં અવાર નવાર નુકસાન કરતો હતો જેથી તેને નુકસાની નહીં કરવા માટે યુવાને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતાં તે શખ્સે યુવાનના પિતા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને માથામાં પાઈપ મારીને હેમરેજ તેમજ શરીરે ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઇજા પામેલ વૃદ્ધ અને તેઓને બચાવવા માટે વચ્ચે પડેલ વ્યક્તિઓને પણ ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ટંકારાના હરબટીયાળી ગામે રહેતા હસમુખભાઈ બેચરભાઈ નમેરા (47)હાલમાં જગદીશભાઈ છનાભાઈ ઝાપડા રહે. હરબટીયાળી વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી અવારનવાર ગામમાં જાહેર જગ્યા ઉપર નુકસાન કરતો હતો જેથી તેને ગામમાં નુકસાન નહીં કરવા માટે ફરિયાદી કહ્યું હતું અને તે બાબતે આરોપીને સારું નહીં લાગતા તેણે ફરીયાદીના પિતા આરોપીની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લોખંડના પાઇપ પડે હુમલો કરીને ફરિયાદીના પિતા બેચરભાઈ જીવણભાઈ નમેરા (75)ને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને હેમરેજ જેવી ઈજા કરી હતી તેમજ શરીરે પાઇપ મારીને ફેકચર જેવી ઇજા કરેલ છે અને ફરિયાદીના પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા સાહેદોને પણ મારમારીને નાના મોટી ઈજાઓ કરી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News