તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત


SHARE









મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી નજીકથી આધેડ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં આધેડને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી આધેડનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ વેલનાથપરા વિસ્તારમાં રહેતા મનીષભાઈ લાભુભાઈ રૂદાતલા (24)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 10/5 ના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ બાપાસીતારામની મઢુલી પાસેથી તેઓના પિતા લાભુભાઈ રૂદાતલા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જનાર વાહન ચાલક પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

કલેક્ટરમાં જાહેરનામાનો ભંગ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની નજીક ઓરબીટ-2 શોપિંગ સેન્ટરમાં આવેલું છે અને ત્યાં સીસો થાય સ્પ માં કામ કરતા કર્મચારીઓની વિગત પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી ન હતી તેમજ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જાહેરનામા મુજબ રાખવામાં આવતું ન હતું જેથી સ્પાના મેનેજર બ્રરીલલિંગસ્ટોન ગંગાપ્રસાદ રેન્ગ (31) રહે હાલ સીસો થાય સ્પ ટિંબડી પાટિયા મોરબી મૂળ રહે ત્રિપુરા વાળાની સામે જાહેરનામા ભંગનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News