હળવદમાં મામાદેવના મંદિરમાંથી ચાંદીના 15 છતરની ચોરી હળવદના જુના વેગડવાવ ગામે યુવાન ઉપર દંપતીએ કર્યો ધારિયા વડે હુમલો: હાથની આંગળીમાં બચકું ભરી લીધું વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડા માટે મહિલા અને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં ભાડા માટે મહિલા અને તેની સગીર દીકરી સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં મકાન ભાડાના પૈસા ન હોય ભાડૂઆતે પોતાની પત્ની અને સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ માટે મકાન મલીકને સંમતિ આપી હતી જેથી મકાન માલિકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવની ભોગ બનેલ મહિલાની માતાએ ફરિયાદ કરી હતી તેના આધારે પોલીસે ભાડુંઆત અને મકાન માલિકની ધરપકડ કરીને તેને પહેલા જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં એ ડિવિઝન પોલીસની ટીમે આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબી શહેરમાં ભાડે રહેતા ભાડુંઆત ઉપર ભાડું ચડી ગયું હતું અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને ભાડુંઆતે ભાડાના પૈસાના બદલામાં તેની પત્ની સાથે દુષ્કર્મ આચરવા માટે મકાન મલીકને સંમતિ આપી હતી અને ત્યાર બાદ મકાન માલિકે ભાડુંઆતની સગીર વયની દીકરી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતુ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના જમાઈ અને મકાન માલિક સહિત કુલ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે અગાઉ મહિલાના પતિ તેમજ મકાન માલિકની ધરપકડ કરી હતી અને બંનેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા.

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે, માતા અને સગીર દીકરી સાથે દુષ્કર્મનો આ બનાવ 6 મહિના પહેલા બનેલ છે અને ભોગ બનેલ મહિલાની માતાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને પહેલા બે આરોપીને પકડીને જેલ હવાલે કર્યા હતા જો કે, મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વાય.બી.જાડેજા તથા સ્ટાફ દ્વારા હાલમાં ત્રીજા આરોપી હનીફ ઈસાકભાઈ ખો (38) રહે. ગેટ સ્ટેશન સામે માંધાતા ચોક રામનગર સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સાપ કરડી ગયો

ચરાડવા નજીક વાડી વિસ્તારમાં રહેતા મગનભાઈ બારીયાના 14 વર્ષના દીકરા સુરેશને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં સા કરડી ગયો હતો જેથી તેને ચરાડવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

વાંકાનેરના ભેરડા ગામે રહેતા કોમલબેન કાનાભાઈ રંગપરા (20) નામના મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતે પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો પાંચ માસનો છે અને તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા જોકે તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલુ છે.






Latest News