મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ નજીક આવેલ અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ પકડાયા


SHARE









મોરબીના પીપળી ગામ નજીક આવેલ અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ પકડાયા

મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ અમરનાથ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 63,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલમાં હતી ત્યારે મોરબીના પીપળી ગામની સીમમાં અમરનાથ સોસાયટીમાં મનોજભાઈ પાનસુરીયાના મકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રાજેશ સુખરામભાઇ સોનારથી (40) રહે. રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ મોરબી, રીનાબેન કેયુરભાઈ ઉકાણી (35) રહે, શિવાલિકા ટી.કે. હોટલ પાસે મોરબી, શારદાબેન નરેન્દ્રભાઈ પાનસુરીયા (55) રહે. પીપળી મોરબી, કાજલબેન બુધાભાઈ નોવરારીયા (29) રહે. રોયલ પાર્ક મહેન્દ્રનગર મોરબી, કંચનબેન ઉર્ફે મંજુબેન નરભેરામભાઇ અઘારા (70) રહે. પીપળી મોરબી અને અસ્મિતાબેન સવજીભાઈ ડાભી (35) રહે. પીપળી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 63,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના નાનીવાવડી ગામે સુમતિનાથ સોસાયટીમાં રહેતા મનિષાબેન ભરતભાઈ મહેતા (42)એ કોઈ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપ્રીમ મોટર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં નીતિનભાઈ ધનજીભાઈ સોલંકી (30) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.




Latest News