અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસનું કોમ્બીંગ: ગુનેગારોને ચેક કર્યા-ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો દંડાયા


SHARE









મોરબીમાં પોલીસનું કોમ્બીંગ: ગુનેગારોને ચેક કર્યા-ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકો દંડાયા

મોરબી શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બીંગ કરવામાં આવ્યું હતું ત્યારે દારૂ અને જુગારના ગુનામાં અવાર નવાર પકડાતાં આરોપીઓને ચેક કરવામાં આવ્યા હતા અને ટ્રાફીકના નિયમોનુ પાલન નહિ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવેલ હતો અને કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવેલ છે.

મોરબીમાં ગઇકાલે સાંજે અલગ અલગ 10 જેટલી ટીમો બનાવીને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું અને ટ્રાફીકના નિયમોનો ભંગ કરીને દારૂ પીને વાહન ચલાવનારા, કાળા કાચવાળી ગાડી ફેરવનારા, ફેન્સી નંબર પ્લેટ અને નંબર પ્લેટ વગરના વાહનો ધારકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન મોરબી શહેરમાં પોલીસ દ્વારા 25 સક્રિય બુલેગરોને ચેક કર્યા, 8 જુગારીયાઓને ચેક કર્યા, 30 ટપોરીને ચેક કર્યા, 4 દારૂના કેસ કર્યા, 33 એમ.સી.આર. ચેક કર્યા, 8  હિસ્ટ્રીસીટરને ચેક કર્યા, 11 વાહનો ડીટેઇન કર્યા, દારૂ પી વાહન ચલાવવવાના બે કેસ કર્યા અને ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી 30500 નો દંડ વસુલવામાં આવેલ છે આ કામગીરી એસપી મુકેશકુમાર પટેલની સૂચના મુજબ ડીવાયએસપી જે.એમ.આલની હાજરીમાં મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસે અને એલસીબી તેમજ એસઓજીની ટિમ દ્વારા કરવામાં આવી હતી.




Latest News