વગર વરસાદે પાણી-પાણી: મોરબીમાં મચ્છુની કેનાલ ઓવરફલો થતાં રવાપર ચોકડીએ પાણી ભરાઈ ગયું, તંત્રની ઘોર બેદરકારી મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ 3.28 લાખના મુદામાલ સાથે પકડાયો: 4 ની શોધખોળ


SHARE











મોરબીમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ 3.28 લાખના મુદામાલ સાથે પકડાયો: 4 ની શોધખોળ

મોરબીના પંચાસર ઉપર આવેલ ગીતા મિલની સામે આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની હકકીત આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મેચ ઉપર રનફેરનો હાર જીતનો જુગાર રમતા એક શખ્સ મળી આવેલ હતો જેથી પોલીસે રોકડા રૂપિયા, બે મોબાઈલ અને કાર મળીને 3.28 લાખથી વધુની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને તેની પાસેથી વધુ 4 શખસોના નામ સામે આવેલ છે જેથી 5 શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હાલમાં આઈપીએલની ક્રિકેટ મેચ ચાલી રહી છે ત્યારે ઠેરઠેર ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલની સ સામેના ભાગમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમી રહ્યા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા (32) રહે. પંચાસર રોડ રાજનગર-3 મોરબી વાળો રનફેરનો હાર જીતનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 600 રૂપિયા રોકડા, 50 હજારના બે મોબાઈલ ફોન તથા કાર નંબર જીજે 36 આર 5242 આમ કુલ મળીને 3,28,100 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે અને હાલમાં પકડાયેલા આરોપી રાહુલભાઈ ઉર્ફે મુન્નાભાઈ વીડજા રહે. ઉમાટાઉન શીપ મોરબી વાળાના કહેવાથી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર રમતો હતો અને તેની પાસેથી શિવભાઈ રહે. સાવરકુંડલા, જયભાઈ ઉર્ફે જય ભોલેનાથ રહે. રાજુલા અને કાળભૈરવ ઉર્ફે ભાણો રહે. જેતપુર વાળાના નામ સામે આવ્યા હોય આ પાંચેય શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો પોલીસે બાકીના ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News