મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત


SHARE









ટંકારાના નેકનામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત

ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ સાહેબ ફાઇબર્સ નામના કારખાનામાં રાત્રિના સમયગાળા દરમિયાન યુવાન કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ સાહેબ ફાઇબર્સ નામના કારખાનાના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કેવલકુમાર સુરેન્દ્રભાઈ સદાય (20) નામનો યુવાન કારખાનામાં નાઈટ સ્ફિટમાં નોકરી કરી રહ્યો હતો ત્યારે ફિલ્ટર પ્રેસમાં પાણીની સફાઈ કરતા સમયે ઇલેક્ટ્રીક શૉટ લાગવાના કારણે તે યુવાનને તાત્કાલિક પડધરી ખાતે આવેલા સરકારી દવાખાને લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News