મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી દારૂની 13 બોટલ સાથે બે શખ્સ પકડાયા


SHARE









મોરબી શહેર-તાલુકામાંથી દારૂની 13 બોટલ સાથે બે શખ્સ પકડાયા

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં દારૂની 7 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીમાં સોઓરડી વરિયાનગર પાસેથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ ઇટાલસ વિટ્રીફાઇડ નામના કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6923 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પ્રકાશભાઈ રમેશભાઈ સોલંકી (23) રહે. ઊંચી માંડલ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત મોરબીમાં સોઓરડી વરિયાનગર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 540 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંદીપ બેચરભાઈ ચાઉ (32) રહે સોઓરડી વરિયાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News