મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં તાણ - આંચકી અને હાર્ટ એટેકથી બે યુવાનોના મોત


SHARE











મોરબીમાં તાણ - આંચકી અને હાર્ટ એટેકથી બે યુવાનોના મોત

કુળદેવી પાન પાસે, કુબેર ટોકીઝ પાછળ, રંગપર અને આમરણ બેલા ગામે મારામારીના બનાવો

મોરબીમાં બે જુદા-જુદા બનાવોમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં મોરબીના સિમ્પોલો સીરામીક લેબર કવાર્ટરમાં રહીને મજુરીકામ કરતા દિવાન મંગલકુમાર હેમરોન (35) નામના યુવાનને તાણ-આંચકી ઉપડતા શિવમ હોસ્પીટલે સારવારમાં લવાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

તેમજ જેતપર રોડ ગ્રેસ સીરામીક નજીક લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા દાગુભાઇ માજાદી નામના 41 વર્ષના મજુર યુવાનને હાર્ટએટેકના પગલે દવાખાને ખસેડાતા અત્રેની સિવિલે તેને મૃત જાહેર કરાયો હતો.
મારામારી
મોરબી સામાકાંઠે કુળદેવી પાન નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા કૈલાશભાઇ બાબુભાઇ કુંઢીયા (33, રહે. મફતપરા, મહેન્દ્રનગર રોડ)ને સારવાર માટે લવાયો હતો. જ્યારે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્ર્વર રોડ ખાતે રહેતા નીતીન અજયભાઇ વરાણીયાને ઘરે મારામારીમાં ઇજા થતાં સારવાર માટે લેવાયોે હતો. તેમજ રંગપર ગામે રહેતા તેજાભાઇ મકવાણાને ઘરે પુત્રએ માર મારતા સારવાર માટે લવાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
રાજકોટ ખસેડાયો
મોરબીના વીસીપરા કુલીનગરમાં રહેતો જયદીપ અગેચાણીયાનું બાઇક સ્લીપ થતાં અત્રેની સિવિલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યારે પાડાપુલ નીચે ઓટોરીક્ષાના ચાલકે હડફેટે લેતા વર્ષાબેન રાઠોડ રહે. પાડાપુલ નીચેને સિવિલે ખસેડાયા હતા તેમજ બેલા ગામના ડાયાભાઇ ગમારાના બાઇને આઇસર નં. જીજે-23-વી-3675ના ચાલકે હડફેટે લેતા ડાયાભાઇને સારવારમાં લઇ જવાયા હતા.
યુવાન સારવારમાં
વાંકાનેર હાઇવે મકનસર ખાતે રહેતો દિનેશ જીંજુવાડીયા નામનો 32 વર્ષનો યુવાન કોઇ કારણસર ગળેફાંસો ખાઇ જતાં અર્ધબેભાન હાલતમાં અત્રે સિવિલે ખસેડાયો હતો. જ્યારે લખધીરપુર રોડ ખાતે ફીનાઇલ પી ગયેલ પરેશ કલોલા (39, રહે. ઘુટું)ને તેમજ ભરતનગર નજીક દવા પી ગયેલા કાજલબેન વિજયભાઇ (25, રહે. રવાપર)ને સિવિલે સારવાર માટે ખસેડાયા છે.
વાહન અકસ્માત
માળીયા હાઇવે ટીંબડી ગામ નજીક બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થયેલા મનીષભાઇ લાલજીભાઇ ચાવડા (24, રહે. ઘાંટીલા માળીયા મીં.)ને મોરબી અને બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોય, તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઇએ તપાસ કરી હતી.જ્યારે જોધપર નદી ગામે ઝેરી જનાવર કરડી જતાં વિશાલ ભીમસીંગ (30)ને તેમજ આમરણ (બેલા)  ગામે મારામારીમાં ઘવાયેલા જુનેદ નકેરા (46) અને હુશેનાબેન જુનેદભાઇ (36) અહીંની સિવિલે સારવાર માટે લવાયા હતા.તેમજ લાલપર પાસે સિરામીક યુનિટમાં કામ દરમિયાન ઇલેકટ્રીક શોટ લાગતા કિશનભાઇ કાંતિલાલ ચૌહાણ (ઉ.વ. 26, રહે. જનકલ્યાણનગર ઉમા ટાઉનશી પાસે મોરબી-2)ને અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News