મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જનતા કલાસીસમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સિધ્ધી: એડમિશન ઓપન


SHARE







મોરબીના જનતા કલાસીસમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સિધ્ધી: એડમિશન ઓપન

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવતા 'જનતા કલાસીસ' ના વિદ્યાર્થીઓએ વર્ષ 2025-2026 ના 12th કોમર્સના પરિણામમાં ડંકો વગાડયો છે. સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થી શશાંક ગુપ્તાએ 96.00 % મેળવીને કલાસમાં પ્રથમ નંબર મેળવ્યો છે. અને આ ઉપરાંત શશાંક ગુપ્તાએ એકાઉન્ટન્સી જેવા અઘરા વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવીને CBSE બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવેલ છે. અને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.

મોરબીના રવાપર રોડ પર આવેલ પ્રખ્યાત 'જનતા કલાસીસ' ના અન્ય વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. કશ્યપ પટેલે 92.60 % સાથે બીજો નંબર અને કર્તવ્ય કથરાણીએ 91.60 % સાથે ત્રીજો નંબર મેળવ્યો છે. અન્ય વિદ્યાર્થીઓ ઓમ કારિયા 89.20 %, જૈનિષા પાટડીયા 88.00 % બસરી અડેસરા 88.00 %, ક્રિષા ફુલતરિયા 88.00 %, જાનવી જોશી 87.00 %, મૈત્રી સેજપાલ 87.00 %, કિશન પડિત 86.20, પ્રાચી ઝાલરિયા 85.20 %, રોકન પોપટ 85.00 % અને પ્રેમ ગઢવી 85.00 % એ પણ ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી છે.

આ ઐતિહાસિક અને ગૌરવપ્રદ સફળતા પાછળ સંસ્થાના બે દિગ્ગજ અને નિષ્ઠાવાન શિક્ષકોની રાત-દિવસની મહેનત રહેલી છે. શિક્ષણ ક્ષેત્રે અધધ 51 વર્ષનો બઠોળો અને અમૂલ્ય અનુભવ ધરાવતા પ્રવીણભાઈ કક્કડ તેમજ 19 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા નિર્મિતભાઈ કક્કડ દ્વારા વિદ્યાર્થીઓને પાયાથી લઈને પ્રોફેશનલ લેવલ સુધીનું શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. આ બંને શિક્ષકોની ભણાવવાની સચોટ પદ્ધતિ, પેપર લખવાની સ્ટાઈલની તાલીમ અને દરેક વિદ્યાર્થી પર અપાતા વ્યક્તિગત ધ્યાનને લીધે જનતા ક્લાસીસ મોરબીમાં કોમર્સના વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે.

એડમિશન ઓપન
જનતા ક્લાસીસમાં ધો. 11 અને 12 (કોમર્સ) G.S.E.B. અને C.B.S.E. (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) તેમજ B.Com., B.B.A અને M.Com. ના તમામ વિષયોનું એક જ સ્થળે (All Subjects At One Place) શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. અને હાલમાં કલાસિસમાં એડમિશન પ્રક્રિયા ચાલુ છે.

જનતા ક્લાસીસ
"પ્રેરણાસુર", એવન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી
પ્રવીણભાઈ કક્કડ
મો. 94081 87476
નિર્મિતભાઈ કક્કડ
મો. 99988 80588

 






Latest News