મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE









મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબી જીલ્લામાં આવેલ નર્મદા ધ્રાંગધ્રા  બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થાય છે અને ખેડૂતોના ખેતરમાં પાણી આવી જાય છે જેથી ખેડૂતોને નુકશાન થાય છે માટે કેનાલ રીપેર કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D-27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થતા નજીક આવેલા ખેડૂતોના ખેતરમાં મોટું નુકશાન થયેલ છે. જો કે આ પરિસ્થિતિ છેલ્લા ચારેક વર્ષથી થઈ રહી છે. અને અવારનવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્રના બહેરા કાનોને ખેડૂતોની વેદના સંભળાતી નથી અને અધિકારીને વેદના સમજાતી નથી. જેથી માયનોર કેનાલ રિપેર કરી ન હોવાથી મોંઘા ભાવના પાણીનો મોટા પાયે બગાડ થાય છે. અને ખેડૂતોને નુકશાન થાય છે તેમ છતાં કોઈ જવાબદાર અધિકારીઓને આ કામ કેમ દેખાતું નથી તે મોટો પ્રશ્ન છે. હાલમાં ખેડૂતોને અધિકારીને બેદરકારીના લીધે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે અને સાથોસાથ કેનાલનું રિપેરિંગ કામ પણ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. અને જો કામ કરવામાં નહીં આવે તો ના છુટકે સ્થાનિક ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે અને કાનૂની રહે વળતર મેળવવા કોર્ટેનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News