મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી; મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ


SHARE











મોરબીના પીપળી ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી; મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ

મોરબીના પીપળી ગામેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતો આ અજાણ્યો પુરુષ તા. ૨૦/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૧-૪૦ વાગ્યા પહેલાના કોઈપણ સમયે મોરબી તાલુકાના પીપળી ગામમાં આવેલ મચ્છુ માતાની ડેરી સામેના ખુલ્લા પ્લોટમાં કોઈ કારણોસર મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતકની લાશનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (P.M.) કરાવીને હાલ મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યો છે.

મરણ જનાર વ્યક્તિના નામની કે તેના કોઈ સગા-સંબંધીની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. આ બિનવારસી મૃતકની લાશની ઓળખ થઈ શકે અને તેના વાલીવારસ મળી રહે તે હેતુથી મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મૃતક વ્યક્તિ અંગે કોઈ પણ પ્રકારની માહિતી કે ઓળખ મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફોન નં:૬૩૫૯૬૨૬૦૬૬ અથવા તપાસ કરનાર અધિકારીશ્રી પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. ગરીયાના મો.નં: ૯૬૦૧૧૪૬૭૭૦ ઉપર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News