મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે


SHARE









હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે

હળવદ તાલુકામાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહ્ન ભોજન યોજના) હેઠળના વિવિધ કેન્દ્રોમાં સંચાલક (વ્યવસ્થાપક) ની ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. હળવદ મામલતદાર કચેરી દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, રસ ધરાવતા ઉમેદવારો આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન (જાહેર રજાઓ સિવાય) પોતાની અરજીઓ સબમિટ કરી શકશે. 

હળવદ તાલુકાના કેન્દ્ર નં. ૮ – ચંદ્રગઢ, કેન્દ્ર નં. ૧૦ – મંગળપુર, કેન્દ્ર નં. ૧૦૫ - કૃષ્ણનગર (ઘનાળા) અને કેન્દ્ર નં. ૧૧૪ - માધવનગર (ટીકર-રણ) એમ કુલ ૪ પીએમ પોષણ કેન્દ્રો માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે માટે ઉમેદવારની ઉંમર લઘુતમ ૨૦ વર્ષથી ઓછી અને મહત્તમ ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમામ માટે છૂટછાટ સાથેની મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. આ જગ્યા માટે ઉમેદવાર એસ.એસ.સી. (ધોરણ-૧૦) પાસ હોવા અનિવાર્ય છે. જો સંબંધિત ગામમાં ધોરણ-૧૦ પાસ ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જ ધોરણ-૭ પાસ ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે. માત્ર જે-તે કેન્દ્રના સ્થાનિક ઉમેદવાર જ અરજી કરવા માટે પાત્ર રહેશે અને કોઈ પણ ઉમેદવાર એક કરતાં વધુ કેન્દ્ર માટે અરજી કરી શકશે નહીં. અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ‘મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, પી.એમ. પોષણ શાખા, હળવદ’ ખાતેથી રૂબરૂ આવીને નિયત નમૂનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે.અને ભરેલા ફોર્મ સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), માર્કશીટ, સ્થાનિક રહેઠાણનો પુરાવો તથા અન્ય જરૂરી સક્ષમ અધિકારીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડીને તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ કચેરી સમય સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે




Latest News