મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન
Breaking news
Morbi Today

10 કિલો મીટરનો ધક્કો કરીને ડીઝલ લેવા આવી અને 2 હાજરનું ડીઝલ આપે આમ ખેતી કરવી કેમ: ચરાડવાના ખેડૂતના હાલબેહાલ


SHARE









10 કિલો મીટરનો ધક્કો કરીને ડીઝલ લેવા આવી અને 2 હાજરનું ડીઝલ આપે આમ ખેતી કરવી કેમ: ચરાડવાના ખેડૂતના હાલબેહાલ

મોરબી જિલ્લાના ચરાડવા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ ખાતે ડીઝલ મેળવવા માટે આજે વહેલી સવારથી ખેડૂતો દ્વારા કેરબા અને ટ્રેકટરોની લાઈનો લગાવવામાં આવી છે કારણ કે હાલમાં ખેતીની સીઝન ચાલુ છે અને ખેતી કામ માટે ખેડૂતોને ડીઝલની જરૂર પડે છે ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળે તો વાવણી ન થઈ શકે તેવી શક્યતા છે જેથી ડીઝલ મેળવવા માટે થઈને ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે પરંતુ કલાકો સુધી તડકામાં ઉભા રહેવા છતાં પણ તે લોકોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો મળતો નથી. અને ખેડૂતોની હાલત હાલમાં ખરાબ થઈ ગઈ છે

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડીઝલની કટોકટી સર્જાઈ હોય તેઓ ઘાટ જોવા મળ્યો છે અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ઉપરથી ડીઝલનો માત્ર 2 થી 3 હજારનો જથ્થો વાહનોમાં ભરી આપવામાં આવે છે તેવું જોવા મળી રહ્યું છે જેના લીધે મોરબીના સીરામીક સહિતના તમામ ઉદ્યોગને ડીઝલની અછતના કારણે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે તેની સાથોસાથ હવે ખેડૂતો પણ ડીઝલ મેળવવા માટે થઈને હેરાન થવા લાગ્યા છે મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ચરડવા ગામ પાસે ભવાની પેટ્રોલ પંપ ખાતે આજે ચરડવા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ડીઝલ મેળવવા માટે વહેલી સવારથી લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને ત્યાં ડીઝલ લેવા માટે થઈને કેરબા અને ટ્રેક્ટરની લાઈનો કરવામાં આવેલ છે.

 

ચરાડવા નજીક પેટ્રોલ પંપે ડીઝલ લેવા આવેલા ખેડૂતોએ જણાવ્યુ હતું કે, 8 થી 10 કિલોમીટર દૂર ડીઝલ લેવા માટે આવીએ છીએ અને અહીથી પાછા જઈએ ત્યાં તો 2 હજારના ડિઝલમાંથી અડધું ડીઝલ વપરાઈ જાય છે અને ખેડૂતો પોતાના ખેતરે પહોંચે ત્યાં ટ્રેક્ટરમાં ડીઝલનો જથ્થો ખાલી થઈ જાય છે અને ખેડૂતો તેના ખેતરમાં ખેતી કરી શકતા નથી જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો આપવામાં આવે તો જ ખેડૂતો પોતાના ખેતરની અંદર ખેતી કામ કરીને પાક લઈ શકશે.

 

ભાવની પેટ્રોલ પંપના રવિભાઈ ઠક્કરે જણાવ્યુ હતું કે, કંપની દ્વારા જે રીતે જથ્થો આપવામાં આવે છે તેના આધારે પેટ્રોલ પંપ ઉપરથી હાલમાં દરેક વ્યક્તિને માત્ર 2 હજાર રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે, ખેતરમાં ખેડ સહિતના ખેતી કામ માટે ટ્રેક્ટર, રોટાવેટર વિગેરે વાહનો ચલાવવા માટે થઈને ડીઝલની જરૂર હોય છે તેમજ વાવણી કરવામાં આવે ત્યાર બાદ પાકને સિંચાઈનું પાણી આપવા માટે પણ ડીઝલ પંપ ચલાવવા પડતા હોય છે જેમાં પણ ડીઝલની જરૂરિયાત હોય છે જો ડીઝલનો જથ્થો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ન મળે તો આ વખતે ચોમાસું પાકનું આગોતરું વાવેતર ખેડૂતો કરી શકશે કે કેમ તે પ્રશ્ન છે



Latest News