અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં યુવાને જીવન ટુંકાવ્યુ


SHARE







મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપરમીલની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મારુતિ પોલીફેક કારખાના સામે તીર્થક પેપર મીલની લેબર કોલોનીમાં રહેતા પ્રવીણભાઈ અમરસિંરાવત (22) નામના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના લેબર કોલોનીના કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની અરવિંદભાઈ અમરસિંરાવત (19) રહે. હાલ લીલાપર રોડ મારુતિ પોલીટેક કારખાના સામે તીર્થક પેપરની લેબર કોલોની મૂળ રહે. એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં દલવાડી સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગનીભાઈ સલીમભાઈ માણેક (28) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ધનસુખભાઈ માધવજીભાઈ કણજારીયા (21) નામનો યુવાન એક્ટિવ વાળીને જતો હતો ત્યારે બાઈક વાળાએ એક્ટિવાને હડફેટે લીધું હતુ જેથી અકસ્માત થયો હતો અને બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News