મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી
Breaking news
Morbi Today

મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE









મોરબીમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત કથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીના રવાપર રોડ પર વેલકમ પ્રાઈડ પાસે આવેલ ગ્રાઉન્ડમાં શિવધુન મંડળ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકો કથાનો લાભ લઈ રહ્યા છે.

આ કથાનો પ્રારંભ ૧૮ મેથી કરવામાં આવ્યો હતો અને ૨૪ મે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કથા યથાવત રહેશે. કથા દરમિયાન ભજન, સંકીર્તન, ધાર્મિક પ્રસંગો અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કથા દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શિવધુન મંડળ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ધાર્મિક અને સામાજિક સત્કાર્યો સાથે જોડાયેલ છે અને સમાજમાં સેવા કાર્યો માટે પણ જાણીતા છે. અને આયોજકોએ તમામ ભાવિકોને શ્રીમદ ભાગવત સપ્તાહમાં પધારી કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.




Latest News