વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ નજીક પાણીની મેઇન લાઈનના એર વાલ્વને નુકશાન કરનારા જમીનના માલિક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના નાગડાવાસ નજીક પાણીની મેઇન લાઈનના એર વાલ્વને નુકશાન કરનારા જમીનના માલિક સામે ગુનો નોંધાયો

મોરબીના નાગડાવાસ ગામની સીમમાંથી પસાર થતી ગુજરાત વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની પાણી સપ્લાય માટેની એનસી-6 યોજના હેઠળની સરકારી પાઇપલાઇનના એર વાલ્વને નુકસાન કર્યું હતું અને ત્યાંથી પાણીને 80 મીટર દૂર સુધી નિક બનાવીને ત્યાં કરવામાં આવેલ ખાડામાં સ્ટોર કરવામાં આવ્યું હતું જેથી સરકારી મિલકતને નુકસાન કરીને પાણી વિતરણ વ્યવસ્થાને અસર થાય તેવું કૃત્ય કરનારા જમીનના માલિકની સામે હાલમાં સુપરવાઇઝર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

રાજકોટના માવડી બાયપાસ રોડ ઉપર સંસ્કાર સીટી બી-1303 ખાતે રહેતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતા વિપુલભાઈ શામજીભાઈ વેકરીયા (45)એ હાલમાં નાગડાવાસ ગામની સીમમાં સર્વે નં. 5 ના જમીનના માલિક મેરામભાઇ રાઠોડ સામે સરકારી મિલકતને નુકસાન કરવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની એનસી-6 યોજનાની સરકારી પાઇપલાઇનના એરવાલ નંબર 35 ને નુકસાન કરીને તેમાં લીકેજ કર્યું હતું ત્યારબાદ કોઈપણ પ્રકારની મંજૂરી વગર એરવાલ નજીકથી નીક બનાવીને પાણીને 80 મીટર દૂર સુધી લઈ જઈને ત્યાં ખાડાની અંદર પાણીના જથ્થાનો સંગ્રહ કર્યો હતો આમ સરકારી મિલકતને નુકસાન કરીને પાણીની વિતરણ વ્યવસ્થાને અસર કરે તેવું કૃત્ય કરનારા જમીનના માલિકની સામે સુપરવાઇઝરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘૂટું રોડ ઉપરથી ડબલ સવારી લ્યુના સ્કૂટર જઈ રહ્યું હતું ત્યારે તે વાહન સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં હરિભાઈ કેશાભાઈ (75) અને દયાબેન પુંજાભાઈ (70) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં વાવડી રોડ ઉપર રહેતા અલ્તાફ અયુબભાઈ જેડા (25) નામના યુવાનને વીસીપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News