મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરીના ગુનામાં રીઢા આરોપીની ધરપકડ


SHARE







મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરીના ગુનામાં રીઢા આરોપીની ધરપકડ

મોરબીના જૂની પીપળી ગામે ઢોર બાંધવાના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી કરવામાં આવી હતી જેથી માલધારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1.10 લાખની કિંમતના 3 અબોલ જીવની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જુના પીપળી ગામે રહેતા મહેશભાઈ નાજાભાઇ મુંધવા (39)એ થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 24/ના રાત્રિના 10:30 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ઘર પાસે ઢોર બાંધવાના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી કરવામાં આવેલ છે આમ 1.10 લાખ રૂપિયાની કિંમતના અબોલ જીવની ચોરી થઈ હોવાની માલધારીએ ફરિયાદ કરી હતી જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનાની તપાસ દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપી દિલીપ ઉર્ફે દિપો જયંતીભાઈ ઘેલડા (25) રહે. ટિંબડી પ્રફુલભાઈની વાડીમાં તાલુકો મોરબી મૂળ રહે. રાલેજ 16 વીઘાનો ટેકરો તાલુકો ખંભાત વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ આરોપી સામે ધ્રોલ, ખંભાત અને હળવદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના અગાઉ ગુના નોંધાયેલા છે જેથી પોલીસે આરોપી સામે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News