મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ


SHARE









મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ

મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં રાત્રી દરમિયાન લોકોના ઘર પાસે પાર્ક કરેલ જુદીજુદી 4 જેટલી કારના કાચમાં અંદર ધોકા કે પાઇપ જેવી કોઈ વસ્તુ મારીને કાચમાં તોડફોડ કરવામાં આવેલ છે જેથી આ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાન દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરાની પાછળના ભાગમાં રણછોડનગર વિસ્તારમાં રહેતા જાકીરભાઇ સેવાંગીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે તેને પોતાની કાર નંબર જીજે 3 એમએલ 1791 પાર્ક કરીને મૂકી હતી જે કારના આગળના કાચમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રી દરમિયાન પાઇપ કે ધોકા જેવી કોઈ વસ્તુ મારીને કાચને તોડી નાખવામાં આવેલ છે આવી જ રીતે તેઓની શેરીમાં રહેતા અન્ય એક વ્યક્તિની કારમાં પણ કાચને તોડી નાખવામાં આવેલ છે આ ઉપરાંત આસપાસના બીજા વિસ્તારની અંદર પણ લગભગ બીજી બે કારમાં કાચ તોડવામાં આવેલ છે. આમ એક જ વિસ્તારમાં એક જ રાતમાં લગભગ ચારેક કારમાં કાચ તોડવામાં આવેલ છે જેથી રાત્રિ દરમિયાન કારના કાચ તોડતી ગેંગ સક્રિય થઈ હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. પરંતુ કોણે કારના કાચમાં તોડફોડ કરી છે અને કયા કારણોસર તોડફોડ કરવામાં આવી છે તેની કોઈ વિગત સામે આવેલ નથી અને આ બનાવની ભોગ બનેલા જાકીરભાઇએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે.




Latest News