વાંકાનેર અને મોરબીમાં દારૂની 5 રેડ: 2500 લિટર આથો, 14 બોટલ દારૂ અને 2 બિયરના ટીન કબજે હળવદના દેવપુર નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને ખેડૂત યુવાનનું મોત નિપજાવનાર એસટીની વોલ્વો બસના ચાલક સામે ગુનો નોંધાયો: રફાળેશ્વર ગામેથી બાઈકની ચોરી વાંકાનેરમાં બીમારીથી કંટાળીને માતાજીના મઢમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને વૃદ્ધે કર્યો આપઘાત રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા
Breaking news
Morbi Today

વાંકાનેર અને મોરબીમાં દારૂની 5 રેડ: 2500 લિટર આથો, 14 બોટલ દારૂ અને 2 બિયરના ટીન કબજે


SHARE











વાંકાનેર અને મોરબીમાં દારૂની 5 રેડ: 2500 લિટર આથો, 14 બોટલ દારૂ અને 2 બિયરના ટીન કબજે

વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા, મોરબી શહેર અને મોરબી તાલુકા વિસ્તારમાં દારૂની જુદી જુદી પાંચ રેડ કરવામાં આવી હતી તે દરમિયાન દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2500 લિટર આથો, 14 બોટલ દારૂ તથા બિયરના 2 ટીન અને 70 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં નિલેશભાઈ સોલંકીની કબજા વાળી વાડીની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2500 લિટર આથો તથા 70 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 76,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, પોલીસે રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ રવજીભાઈ સોલંકી રહે. ખીજડીયા રાજ તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

10 બોટલ દારૂ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા પાણીની ટાંકી પાછળના ભાગમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 10 બોટલ મળી આવતા પોલીસે 800 રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપી રાજેશભાઈ પોપટભાઈ વડેચા (30) રહે. શોભેશ્વર રોડ મફતિયાપરા પાણીની ટાંકીની પાછળ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

એક બોટલ દારૂ, બે બિયરના ટીન

વાંકાનેરમાં આવેલ કે.કે. હાઈસ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ તથા બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 1420 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વનરાજસિંહ શાંતુભા દરબાર (40) રહે ગોકુળનગર વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી શૈલેષભાઈ કેશવજીભાઈ વાણીયા (34) રહે. માહી એપાર્ટમેન્ટની બાજુમાં હરિઓમ સોસાયટી ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરીને તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

બે બોટલ દારૂ
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર નવલખી બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 650 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને વાઘાભાઈ વેલાભાઈ સોઢા (40) રહે. રાજનગર પંચાસર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી સુરેશભાઈ કાનજીભાઈ ભીલ રહે. પંચાસર રોડ મોરબી અને તુલસીભાઈ હસમુખભાઈ શંખેસરિયા રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News