મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ


SHARE







મોરબીના રણછોડનગર વિસ્તારમાં એક જ રાતમાં 4 કારના કાચમાં તોડફોડ

મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં રાત્રી દરમિયાન લોકોના ઘર પાસે પાર્ક કરેલ જુદીજુદી 4 જેટલી કારના કાચમાં અંદર ધોકા કે પાઇપ જેવી કોઈ વસ્તુ મારીને કાચમાં તોડફોડ કરવામાં આવેલ છે જેથી આ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવાન દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વીસીપરાની પાછળના ભાગમાં રણછોડનગર વિસ્તારમાં રહેતા જાકીરભાઇ સેવાંગીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે તેને પોતાની કાર નંબર જીજે 3 એમએલ 1791 પાર્ક કરીને મૂકી હતી જે કારના આગળના કાચમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રી દરમિયાન પાઇપ કે ધોકા જેવી કોઈ વસ્તુ મારીને કાચને તોડી નાખવામાં આવેલ છે આવી જ રીતે તેઓની શેરીમાં રહેતા અન્ય એક વ્યક્તિની કારમાં પણ કાચને તોડી નાખવામાં આવેલ છે આ ઉપરાંત આસપાસના બીજા વિસ્તારની અંદર પણ લગભગ બીજી બે કારમાં કાચ તોડવામાં આવેલ છે. આમ એક જ વિસ્તારમાં એક જ રાતમાં લગભગ ચારેક કારમાં કાચ તોડવામાં આવેલ છે જેથી રાત્રિ દરમિયાન કારના કાચ તોડતી ગેંગ સક્રિય થઈ હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. પરંતુ કોણે કારના કાચમાં તોડફોડ કરી છે અને કયા કારણોસર તોડફોડ કરવામાં આવી છે તેની કોઈ વિગત સામે આવેલ નથી અને આ બનાવની ભોગ બનેલા જાકીરભાઇમોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે.






Latest News