મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરીના ગુનામાં રીઢા આરોપીની ધરપકડ


SHARE









મોરબીના જૂની પીપળી ગામે વાડામાંથી એક ભેંસ-બે પાડીની ચોરીના ગુનામાં રીઢા આરોપીની ધરપકડ

મોરબીના જૂની પીપળી ગામે ઢોર બાંધવાના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી કરવામાં આવી હતી જેથી માલધારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1.10 લાખની કિંમતના 3 અબોલ જીવની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જુના પીપળી ગામે રહેતા મહેશભાઈ નાજાભાઇ મુંધવા (39)એ થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 24/4 ના રાત્રિના 10:30 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના ઘર પાસે ઢોર બાંધવાના વાડામાંથી એક ભેંસ અને બે પાડીની ચોરી કરવામાં આવેલ છે આમ 1.10 લાખ રૂપિયાની કિંમતના અબોલ જીવની ચોરી થઈ હોવાની માલધારીએ ફરિયાદ કરી હતી જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનાની તપાસ દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપી દિલીપ ઉર્ફે દિપો જયંતીભાઈ ઘેલડા (25) રહે. ટિંબડી પ્રફુલભાઈની વાડીમાં તાલુકો મોરબી મૂળ રહે. રાલેજ 16 વીઘાનો ટેકરો તાલુકો ખંભાત વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ આરોપી સામે ધ્રોલ, ખંભાત અને હળવદ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના અગાઉ ગુના નોંધાયેલા છે જેથી પોલીસે આરોપી સામે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News