હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં સ્વ.સંગીતાબેનની સ્મૃતિમાં કુંડારીયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સ્વ. સંગીતાબેન દિવ્યકાન્ત ભાટિયાની સ્નેહ સ્મૃતિમાં તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. સંગીતાબેન ને શ્રદ્ધાંજલિ આપી હતી સામાન્ય રીતે ઉનાળાના સમયમાં બ્લડની ખૂબ જ ખેંચ પડતી હોય છે તેવા સમયે આ પરિવાર રક્તદાન કેમ્પ કરી અને થેલેસેમિયાના બાળકો તેમજ ગરીબ દર્દીઓ માટે મોટી સેવા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં કોરોના કાળ દરમ્યાન 200 જેટલા કોરોનાગ્રસ્ત શબને અંતિમ સંસ્કાર કરનાર જયેશભાઈ જાનીએ 72 મી વખત અને યોગ બોર્ડના રૂપલબેન શાહએ 55 મી વખત રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે નવનીતભાઈ કુંડારીયા, દિવ્યકાન્તભાઈ ભાટિયા તેમજ કુંડારીયા અને ભાટિયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News