હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નજીક આવેલ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત: બોક્ડ થંભા નજીક પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE





મોરબીના રવાપર નજીક આવેલ એપાર્ટમેન્ટની અગાસી ઉપર ફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત: બોક્ડ થંભા નજીક પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જઈને ત્યાં સીડી સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે વાંકાનેર નજીક આવેલ બોકડથંભા પાસે ખાણમાં ભરેલા પાણીની અંદર ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું છે.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ તુલસી પત્ર એપાર્ટમેન્ટ બ્લોક નં. 103 રહેતા હરિભાઈ વેલજીભાઈ દેત્રોજા (70) નામના વૃદ્ધે એપાર્ટમેન્ટના 8 માં માળે જઈને ધાબા ઉપર પાણીના ટાંકાની સીડી સાથે સફેદ કલરનું કપડું બાંધીને તેની સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને તેઓનું મૃત્યુ નિપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર નજીક આવેલ બોકડ થંભા ગામ ખાતે રહેતા શૈલેષભાઈ જેરામભાઈ સરાવાડીયા (40) નામનો યુવાન કોઈપણ કારણોસર બોકડ થંભાથી એક કિલોમીટર દૂર આવેલ ખાણમાં ભરેલા પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News