હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ


SHARE





મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ

મોરબી જીલ્લાના મોરબી તાલુકાના ટીંબડી ગામના સર્વ નંબર-૪૫ પૈકીની ખેતીની જમીનમાં સરદાર સરોવર નહેર-કેનાલ આધારીત પાઈપલાઈન યોજના માટે કરેલ જમીન સંપાદનમાં કેસ નંબર-૦૭ માં તા.૩-૯-૨૦૦૧ ના રોજ એવોર્ડ પસાર કરી અરજદાર માણેકબેનની જમીન માટે રૂા.૧,૧૨,૯૪૩ નું વળતર અને રૂા.૩૩૮૩ નું ૩૦ ટકા સોલેટિયમ અને ૧૨ ટકાના દરે વધારાની રકમ રૂા.૪૫૧૮ મળી કુલ રૂા.૧,૫૧,૩૪૪  ફકતનું વળતરનું અરજદાર જમીન માલીકને આપેલ હતુ.

જેથી જમીન માલીકે સરકાર સામે એલ.એ.આર નં. ૭૮૫/૨૦૦૪ થી વધારે વળતર માટેનો કેસ દાખલ કરેલ અને આ કેસના કામે અરજદાર સ્વ.માણેકબેન તુલસીભાઈના વારસદારના વકીલ તરીકે મોરબીના વિધ્વાન વકિલ એડ.નિકુંજભાઈ પી.કોટક એ સબળ પુરાવા અને સચોટ દલીલો કોર્ટ સમક્ષ રજુ કરતા તેને ધ્યાને લઈને મોરબીના પ્રિન્સીપલ જજ શ્રી પી.પી.શાહ સાહેબે અરજદારને સરકારે આપેલ વળતરની રકમની ૧૦ થી ૧૨ ગણી રકમ રૂા.૧૮,૯૭,૧ર૪ ના વધારાના વળતરનો ત્થા એવોર્ડ તારીખથી વાર્ષિક ૧૨ ટકાના દરે વધારાની રકમ મેળવવા હકકદાર રહેશે.ત્થા સોલેટિયમ અને કલમ ૨૮ હેઠળ કબ્જાની તારીખથી પ્રથમ વર્ષ માટે ૯ ટકાના દરે વ્યાજ અને ત્યારબાદ વસુલાત સુધી વાર્ષિક ૧૫ ટકાના દરે વ્યાજ પણ મેળવવા માટે અરજદાર હકકદાર રહેશે.તેઓ હુકમ કરેલ છે.અરજદાર તરફે મોરબીના વિધ્વાન વકીલ નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક ત્થા તેમની ટીમના એડવોકેટ હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા ત્થા વિશાલભાઈ ચાવડા રોકાયેલા હતા.

અખિલ ગુજરાત રાજપૂત યુવાસંઘ દ્રારા સન્માન સમારોહનું આોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવાસંઘ મોરબી દ્રારા તા.૨૮ ના સાંજે ૬ કલાકે અહિંના ત્રિમંદિર, નવલખી રોડ, મોરબી ખાતે મોરબી જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ મહેન્દ્રસિંહ ડી.ઝાલા (રંગપર) તથા પ્રદેશ મંત્રી જયવંતસિંહ એચ.જાડેજા (સગાળીયા) તેમજ યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ રામદેવસિંહ સી.ઝાલા (ઢુવા) ના સ્વાગત સન્માનના કાર્યક્રમની સાથે મોરબી જીલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વિજેતા રાજપૂત સમાજના ભાઈઓ-બહેનોના સ્વાગત સન્માનનાં વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.કાર્યક્રમે સફળ બનાવવા અખિલ ગુજરાત રાજપૂત યુવા પાંખ, યુવા સંઘ તેમજ મહિલા સંઘ દ્રારા જહેમત ઉઠાવવામાં આવા રહી છે.




Latest News