મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે


SHARE







મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે

મોરબી શહેર, માળીયાના નવાગામ અને વાંકનેરના સરતાનપર રોડ ઉપર દુકાનમાં જુદીજુદી 4 જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની 24 બોટલ કબ્જે કરેલ છે અને એક જગ્યાએ સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે 1500 લિટર આથો કબ્જે કરવામાં આવેલ છે. અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 1500 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 37,500 ની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આરોપી સાહિલભાઈ જાવેદભાઈ સિપાહી (21) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સનાળા ગામે મોમ્સ હોટલની પાછળ જવાના રસ્તા ઉપર સવારા સમાજની વાડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિકીભાઈ નારણભાઈ નાટડા (24) રહે. શકત સનાળા મુરલીધર હોટલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના લીલાપર રોડ પર આવેલ હોથી પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 120 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પ્રાણજીવન ભગવાનજીભાઈ નકુમ (25) રહે. બોરીયા પાટી સરકારી શાળા પાસે લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે આવેલ શ્રી વેલનાથ ગેસ એજન્સી નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 13 બોટલ મળી આવી હતી જેથી 1300 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કરણભાઈ જગદીશભાઈ સરવૈયા (25) રહે. માધાપર વિસ્તાર શેરી નં. 29 કપિલા હનુમાન મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News