હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ-ચૂંટાયેલ આગેવાનોનો સન્માન  સમારોહ યોજાયો


SHARE





મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ-ચૂંટાયેલ આગેવાનોનો સન્માન  સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડ પર આવેલ ત્રિમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ચૂંટાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામ પાસે આવેલ ત્રિમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં તાજેતરમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ડી. ઝાલા (રંગપર)ની વરણી કરવામાં આવેલ હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશની ટીમમાં મંત્રી તરીકે જયવંતસિંહ જાડેજા. અને યુવા પાંખના પ્રદેશ ઉપાધ્યક્ષ રામદેવસિંહ ઝાલા રહે. ઢુવા વાળાની વરણી થયેલ હોય તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થાય છે અને આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના જે આગેવાનોને કોઈપણ પક્ષ તરફથી ટિકિટ મળી હોય અને તે લોકો ચૂંટણીમાં વિજેતા થયા હોય તેવા તમામ આગેવાનોનું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ પ્રમુખ નીરુભા ઝાલા, મોરબી જિલ્લાના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશના મંત્રી જયવંતસિંહ જાડેજા તેમજ મોરબી જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ  ઝાલા, દિલુભા જાડેજા (જયદીપ કંપની), નરેન્દ્રસિંહ ઝાલા (પંચાસર) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News