મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે


SHARE







મોરબી, માળીયા અને વાંકનેર વિસ્તારમાં દારૂની 4 રેડ: 24 બોટલ દારૂ અને 1500 લિટર આથો કબ્જે

મોરબી શહેર, માળીયાના નવાગામ અને વાંકનેરના સરતાનપર રોડ ઉપર દુકાનમાં જુદીજુદી 4 જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની 24 બોટલ કબ્જે કરેલ છે અને એક જગ્યાએ સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે 1500 લિટર આથો કબ્જે કરવામાં આવેલ છે. અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 1500 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 37,500 ની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આરોપી સાહિલભાઈ જાવેદભાઈ સિપાહી (21) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના સનાળા ગામે મોમ્સ હોટલની પાછળ જવાના રસ્તા ઉપર સતવારા સમાજની વાડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1200 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિકીભાઈ નારણભાઈ નાટડા (24) રહે. શકત સનાળા મુરલીધર હોટલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના લીલાપર રોડ પર આવેલ હોથી પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 120 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પ્રાણજીવન ભગવાનજીભાઈ નકુમ (25) રહે. બોરીયા પાટી સરકારી શાળા પાસે લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસે આવેલ શ્રી વેલનાથ ગેસ એજન્સી નામની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 13 બોટલ મળી આવી હતી જેથી 1300 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને કરણભાઈ જગદીશભાઈ સરવૈયા (25) રહે. માધાપર વિસ્તાર શેરી નં. 29 કપિલા હનુમાન મંદિર પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News