મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સ પકડાયા: બેની શોધખોળ


SHARE







મોરબીમાં ભડિયાદ કાંટા પાસે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સ પકડાયા: બેની શોધખોળ

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી વિભાગના આંકડા લેતા બે શખ્સ 11,120 ની રોકડ સાથે ઝડપાયા હતા. જોકે, આ બંને શખ્સો જેના કહેવાથી વરલી જુગારના આંકડા લેતા હતા તે બે શખ્સનાં નામ સામે આવ્યા હોય કુલ ચાર શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ભડીયાદ રોડ ઉપર આવેલ ભડીયાદ કાંટા પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 11,120 ની રોકડ સાથે આરોપી નિમેષ ઉર્ફે કાનો અશ્વિનભાઈ મીરાણી (38) રહે. વાપરા મોરબી તથા પ્રવીણ ઉર્ફે ધનો અજજુભાઈ સોમાણી (30) રહે. ભડિયાદ રોડ વિદ્યુતનગર સોસાયટી પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સો અફઝલ ઉર્ફે જલો સમા રહે. મોરબી તથા રાજુભાઈ મહાલિયા રહે. ભડીયાદ કાંટે મોરબી વાળાના કહેવાથી જુગારના આંકડા લેતા હોવાનું સામે આવ્યું હતું જેથી ચારેય શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

વાંકાનેરના હાઇવે ઉપરની ભવાની હોટલ ખાતે રહેતા ઈલાયતીબેન સોલંકી જાતે સિસોદિયા નામની ૪૫ વર્ષીય મહિલાને દશામાઁ ના મંદિર પાસે રાત્રિના દસેક વાગ્યે તેના ઘરે કોઈના દ્વારા ઝેરી પ્રવાહી પીવડાવી દેવામાં આવ્યુ હતુ.જેથી તેણીને અહીંની સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.જ્યારે માળિયા મીંયાણા ખાતે રહેતા રફીકભાઈ દલભાઈ કટીયા નામના ૨૮ વર્ષના યુવાનને તેના ઘરે પત્ની તથા પરિવારજનો દ્વારા માર મારવામાં આવતા ઈજા પામેલા રફીકભાઈને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ ટંકારાના વીરવાવ ખાતે થયેલ અકસ્માત બનાવમાં ગંભીરપણે ઇજાગ્રસ્ત થયેલા વિજયભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (ઉમર ૩૮) રહે.આણંદ ને બેભાન હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે માટેલ રોડ મકતાનપર ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ કિંજલબેન જીતેશભાઈ અંબાસીયા નામના ૪૦ વર્ષની મહિલાને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News