મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર પાસે અજાણ્યા ચાર શખ્સોએ નજીવી વાતમાં યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો: ઢીકાપાટુ-ધોકાથી માર માર્યો


SHARE







મોરબીના વિરાટનગર પાસે અજાણ્યા ચાર શખ્સોએ નજીવી વાતમાં યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો: ઢીકાપાટુ-ધોકાથી માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગર નજીક હરી પ્રકાશ કોમ્પલેક્ષમાં હેપી કાર કેર નામની દુકાન પાસે અજાણ્યા ચાર શખ્સો રાત્રિના સમયે કાર લઈને આવ્યા હતા અને ત્યાં વસીમભાઈ અને અનવરભાઈની દુકાન બાબતે પૂછપરછ કરતા હતા ત્યારે હાજર રહેલા મૂળ પંજાબી યુવાને તેને ખબર નથી તેવું જણાવ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા ચાર શખ્સોએ યુવાનને ગાળો આપી હતી તથા ઢીકાપાટુનો અને ધોકા વડે મારમાર્યો હતો અને છરી વડે હુમલો કર્યો હતો તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામ પાસે વિરાટનગર નજીક ફીનોલાઈટ સીરામીક સામે હરિપ્રકાશ કોમ્પ્લેક્સ હેપી પાર કેર દુકાનની પાછળના ભાગમાં રહેતા યોગેન્દ્રસિં સંદીપસિંજાટ (26) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 13 સીબી 2045 માં આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હરિ પ્રકાશ કોમ્પ્લેક્સ હેપી કાર કેર નામની દુકાન પાસે કાર લઈને ચારેય શખ્સો ગઇ તા. 22/5 ના રોજ રાત્રિના આવ્યા હતા અને ફરિયાદી પાસે આવીને તેઓની દુકાનની બાજુમાં વસીમભાઈ અને અનવરભાઈની દુકાન આવેલી છે તેની પૂછપરછ કરી હતી ત્યારે ફરિયાદીએ પોતે જાણતા નથી તેવું કહ્યું હતું જેથી કરીને ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને છરી જેવા હથિયારથી મારમારીને આરોપીઓએ ફરિયાદીને ડાબા હાથમાં ફેક્ચર તથા શરીરે ઇજાઓ કરી હતી અને ફરિયાદીના 10,000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનમાં નુકસાન કર્યું હતું તેમજ ચારેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીની પીપળીયા ચોકડી નજીક રહેતા અવિનાશભાઈ શ્રેયસભાઈ સક્સેના નામના ૩૫ વર્ષના યુવાનને રાત્રિના બારેક વાગ્યાના અરસામાં માળીયા હાઇવે ખાતે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાવડી ખાતે રહેતા પરિવારના આર્વી વિવેકભાઈ માવાણી નામની પાંચ વર્ષની બાળકીને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના મામાના ઘરે જામનગર ખાતે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.તેમજ હળવદના ચૂંપણી ગામે રહેતા દાજીભાઈ દલાભાઈ વાઘેલા નામનો ૩૦ વર્ષનો યુવાન ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પામતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News