મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 16 બોટલ સાથે એક પકડાયો: માળીયા-મિયાણીમાં દારૂની રેડમાં 600 લિટર આથો ઝડપાયો


SHARE





















મોરબીમાંથી દારૂની 16 બોટલ સાથે એક પકડાયો: માળીયા-મિયાણીમાં દારૂની રેડમાં 600 લિટર આથો ઝડપાયો

મોરબીના વાઘપરા શેરી નં. 10 માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 16 બોટલ મળી આવી હતી અને જેની પાસેથી દારૂની બોટલો લીધી હતી તેનું પણ નામ સામે આવ્યું છે. જ્યારે માળિયા મીયાણામાં તેમજ હળવદના મિયાણી ગામે જુદી-જુદી દારૂની બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 600 લિટર આથો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીના વાઘપરા શેરી નં. 10 માંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની ફુલ મળીને 16 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1740 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ સુરેશભાઈ સોનાગ્રા (40) રહે. વાઘપરા શેરી નં. 10 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જેની પાસેથી દારૂની બોટલો લીધી હતી તે શખ્સનો મોબાઈલ નંબર મળી આવેલ છે જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

માળીયા મિયાણામાં સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં  રહેતા સિરાજભાઈ જેડાના મકાનની બાજુમાં આવેલ વાડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આરોપી સિરાજભાઈ ઈકબાલભાઈ જેડા (28) રહે. સરકારી હોસ્પિટલ પાછળ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના મિયાણી ગામ પાછળ નદીના કાંઠે લખીરામ બાપુની વાડી સામે બાવળની કાંટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનીલ બાજુભાઈ કુરિયા રહે. મિયાણી વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે










Latest News