હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી ઘરે કંઈ કહ્યા વગર પરણિતા ગુમ, તપાસ શરૂ


SHARE





મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી ઘરે કંઈ કહ્યા વગર પરણિતા ગુમ, તપાસ શરૂ

મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ ખાતે સોસાયટી વિસ્તારમાં રહેતા મહિલા ઘરેથી કોઈને કંઈ જાણ કર્યા વિના ગુમ થઈ ગયા હોય ઘરમેળે તપાસ કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલા લાભનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ રવજીભાઈ સાલાણી (ઉમર ૩૦) દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરવામાં આવ્યું હતું કે ગત તા.૨૫-૫ ના બપોરના સાડા ચારેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કંઈ કહ્યા વગર તેમના પત્ની શિલ્પાબેન સંજયભાઈ સાલાણી (ઉમર ૨૩) ક્યાંક ચાલ્યા ગયા છે. અને શોધખોળ કરવા છતાં શિલ્પાબેનનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ ગુમ નોંધ દાખલ કરીને બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા ગુમ થયેલા શિલ્પાબેનને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.

દાજી જતા મહિલા સારવારમાં

મોરબીની ત્રાજપર ચોકડી નજીક આવેલ કુળદેવી ટ્રેક્ટર ગેરેજ નજીક રહેતા પરિવારની પૂજાબેન પ્રભુભાઈ બંસલ નામની ૨૧ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેમના ઘરે દાજી ગયા હતા.જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો દોઢ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડીઝલનો વપરાશ કરીને સ્ટવ (ચુલો) વાપરવામાં આવતો હતો અને તેમાં કોઈ કારણોસર આગ લાગતા પુજાબેન દાજી ગયા હોય તેમને સારવારમાં ખસેડાયા હતા.જોકે બનાવ સંદર્ભે નોંધ થતા સ્ટાફના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

ફીનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા મુમતાઝબેન અબ્બાસભાઇ કટિયા નામની ૨૫ વર્ષીય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફીનાઇલ પી લીધું હતું.જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા વિલસન પેપર મીલ પાસે રહેતા મનસુખભાઈ છગનભાઈ ચૌહાણ નામના ૫૨ વર્ષના આધેડ મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલા હોય તેમને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા નિઝામ અલાઉદીનભાઇ કટિયા નામના ૩૫ વર્ષના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ હતી જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા જયદીપભાઇ જગદીશભાઈ ઘાંટલીયા નામના ૨૬ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે લાવવામાં આવ્યો હતો.ત્યારે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, મોરબીના સામાકાંઠે ત્રાજપર પાછળ આવેલ યોગીનગર વિસ્તારમાં તેના સસરાના ઘરે તેના ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોય અને મારામારીના બનાવમાં ઈજા થતા જયદિપને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News