મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ


SHARE





















મોરબી શહેર-વાંકનેરના મકતાનપરમાં દારૂની જુદીજુદી બે રેડ: 182 બોટલ દારૂ ઝડપાયો, આરોપીઓની શોધખોળ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી 72 બોટલ દારૂ મળી આવ્યો હતો જ્યારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ નજીક વાડામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની 110 બોટલ મળી આવી હતી જેથી પોલીસે બંને જગ્યાએથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બંને રેડ દરમિયાન સ્થળ ઉપર આરોપી હાજર મળી આવેલ ન હતા જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના કાલિક પ્લોટ શેરી નં. 2 માં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે બાલો કુરેશીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની 72 બોટલો મળી આવતા પોલીસે 9000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બાલો હુસેનભાઇ કુરેશી રહે. કાલીકા પ્લોટ શેરી નં.2 મોરબી વાળા સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

વાંકાનેર તાલુકાના મકતાનપરથી વરડુસર જવાના કાચા રસ્તા ઉપર આવેલ વિજયભાઈ ગમારાના માલઢોર બાંધવાના વાડામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 110 બોટલો મળી આવી હતી જેથી 22 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં વિજયભાઈ મશરૂભાઈ ગમારા રહે. મક્તાનપર તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News