મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ


SHARE





















મોરબીના ઋષભનગરમાંથી વહેલી સવારે કોઈ કારણોસર યુવતી ગુમ

મોરબી શહેરમાં આવેલ ઋષભનગરમાં રહેતા યુવતી કોઈપણ કારણોસર ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના ઋષભનગર વિસ્તારમાં રહેતા નંદલાલભાઈ મોતીલાલ સોનાગ્રા (51)એ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમની દીકરી હેતલબેન નંદલાલભાઈ સોનગ્રા (21) ગત તા. 31/5 ના વહેલી સવારે 5 વાગ્યે ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આનંદનગર નજીક રહેતા કરસનભાઈ દેવીપુજક (70) નામના વૃદ્ધને ઓવરબ્રિજ પાસે રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.










Latest News