હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત સર્જનારને સ્કુટી ધીમે ચલાવવાનું કહેતા યુવાનને માથામાં હેલ્મેટના ઘા ફટકાર્યા


SHARE





મોરબીમાં અકસ્માત સર્જનારને સ્કુટી ધીમે ચલાવવાનું કહેતા યુવાનને માથામાં હેલ્મેટના ઘા ફટકાર્યા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનના મોટા બાપુના દીકરાની વહુ સાતેક મહિનાથી રિસામણે બેઠેલ છે અને તેના ભાઈએ યુવાનના બાઈકની પાછળ સ્કૂટીને અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો. ત્યારબાદ યુવાને સામે વાળાને સ્કુટી ધીમે ચલાવવા માટે કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલ શખ્સે તેના હાથમાં રહેલ હેલ્મેટ યુવાનને માથામાં બે થી ત્રણ વખત મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી નૂરી પાન પાસે રહેતા મહેબુબભાઈ ઈકબાલભાઈ ભટ્ટી (27)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરૂખ જુસબભાઈ સંવાણી રહે. વીસીપરા મદીના સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના મોટા બાપુના દીકરાની વહુ છેલ્લા સાતેક મહિનાથી રીસામણે બેઠેલ છે અને તે હાલના આરોપી શાહરૂખની બેન થાય છે આ બાબતનો ખા રાખીને આરોપીએ પોતાના હવાલા વાળું સ્કુટી ફરિયાદીના બાઈકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી ફરિયાદીને રસ્તા ઉપર નીચે પાડી જતાં સ્કુટી ધીમે ચલાવવા માટે ફરિયાદી તેને કહ્યું હતું જે તેને સારું નહીં લગતા આરોપીઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાળો આપીને તેના હાથમાં રહેલ હેલ્મેટ ફરિયાદીને માથામાં બેથી ત્રણ વખત માર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીશરૂ કરેલ છે. 

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા ગામ પાસે લાયન્સનગર વિસ્તારમાં રહેતા મનોજભાઈ ગોવિંદભાઈ દેવીપુજક (35) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

ટંકારાના લજાઈ ગામે રહેતા લાલજી અમરશીભાઈ મકવાણા (29)એ કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News