મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ


SHARE





















મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ

મોરબીમાં યુવા શક્તિ ગ્રુપ વર્ષ 2017 થી “Hand to Hand Blood Donation” ના સંકલ્પ સાથે 24×7 માટે શરૂ કરવામાં આવેલ છે અને મોરબી શહેરમાં કોઈપણ બ્લડ ગ્રુપની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ગ્રૂપ દ્વારા દર્દી માટે બ્લડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેથી આ સંસથાના સેવાયજ્ઞથી આજ સુધી હજારો જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી જવાથી નવ જીવન મળ્યું છે. અને લોકોની જિંદગીઓ બચાવવામાં સફળતા મળી છે.

રક્ત એ કુદરતની એવી અમૂલ્ય ભેટ છે, જે આજ સુધી કોઈપણ મેડિકલ ટેકનોલોજી દ્વારા બનાવવું શક્ય બન્યું નથી. એક માણસ જ બીજા માણસને રક્ત આપી શકે છે ત્યારે માનવતાને જીવંત રાખવા અને “રક્તદાન મહાદાન” ના પવિત્ર કાર્યમાં સહભાગી બનવા માટે મોરબીમાં યુવા શક્તિ ગ્રુપને વધુમાં વધુ રક્તવીર રક્તદાતાઓની જરૂર છે. અને  મોરબીમાં રહેતા કોઈ પણ વ્યક્તિ કોઈપણ દર્દીને તાત્કાલિક જરૂરિયાતના સમયે જો રક્ત આપવા ઇચ્છતા હોય તો તેઓએ પોતાનું પૂરું નામ, બ્લડ ગ્રુપ, મોબાઇલ નંબર લખીને સંસથાના હેલ્પલાઇન નંબર 93493 93693 ઉપર વ્હોટ્સએપમાં સેન્ડ કરવા માટે અનુરોધ કર્યો છે. કેમ કે, ખરા સમયે કરવામાં આવેલ રક્તદાનથી કોઈના પરિવારને નવી આશા મળે છે અને કોઈની જિંદગી બચાવીને નવું જીવન આપી શકાય છે.










Latest News