હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર


SHARE





ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર

ટંકારામાં બનેલા લુંટના બનાવવામાં ફરિયાદ નોંધાઈ હતી.જેમાં આરોપીના એડવોકેટ તરફેથી રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી.જેને કોર્ટે મંજુર કરતા આરોપીના કોર્ટે જમીન મંજૂર કરયા હતા.

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લુંટના ગુનામાં આરોપી હાજીશા ઉર્ફે મુન્નો આતંક હુસેનશા શોહર્વદીની અટકાયત કરવામાં આવેલ.જેમાં ફરિયાદ પક્ષના કેસની ટૂંકી હકીકતો એવી છે કે હાલના આરોપી, ફરિયાદીને ઘરના કલ્યાણપર રોડ પર બાંધકામની સાઈડ પર આવેલ રૂમે હાજર હોય ત્યાં આવીને હાથમાં છરી બતાવીને બેફામ ગાળો આપી મારી નાખવાની ધમકી આપીને ઢીંકાપાટુનો માર મારી ફરિયાદીના ખિસ્સા રહેલ રોકડા રૂપિયાની લુંટ કરી ધાકધમકી આપી ગુનો કરવામાં આવેલ.ત્યાર બાદ કોર્ટમાં રજૂ કરતા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.બાદમાં આરોપીની ચાર્જશીટ પહેલાની રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટે સેસન્સ કોર્ટમાં એડવોકેટ કેતન ચૌહાણ, દેવજી ચૌહાણ વિશાલ યાજ્ઞિક, જયભાઈ પરીખ, શક્તિરાજસિંહ ઝાલા મારફતે રેગ્યુલર જામીન અરજી કરી હતી અને સેસન્સ કોર્ટ દ્વારા દલીલો માન્ય રાખીને આરોપીને ૫૦,૦૦૦ ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.




Latest News