મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે !: મોરબીમાં પતિ-પુત્રની હાજરીમાં ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ, 5 સામે ફરિયાદ


SHARE







કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે !: મોરબીમાં પતિ-પુત્રની હાજરીમાં ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ, 5 સામે ફરિયાદ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પતિ અને પુત્રની હાજરીમાં આરામ કરી હતી ત્યારે અજાણ્યા પાંચ શખ્સ ત્યાં આવ્યા હતા અને મહિલા તેમજ તેના પતિને ધમકી આપીને મહિલાની સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે આટલું જ નહીં પરંતુ ચિંતાજનક કહી શકાય અને સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ બની રહી છે તેવામાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અંદર વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતું દંપતી વાડીએ તેના દીકરાની સાથે આરામ કરી રહ્યું હતું ત્યારે વાડીએ અજાણ્યા પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે બાદ મહિલાના પતિને ધમકીઓ આપવામાં આવી હતી અને મહિલાને તેના પતિ તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ પાંચ પૈકીના એક શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું

ઉલેખનીય છે કે, યુપી, બિહાર વિગેરે જેવા રાજ્યોમાં અગાઉ દુષ્કર્મની જેવી ઘટનાઓ બનતી હોય તેવું જોયું અને સાંભળ્યુ હોય આવો જ ઘાટ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. કેમ કે, આ બનાવમાં મહિલાની સાથે તેના પતિ અને પુત્રની હાજરીમાં વાડીએ જઈને ધમકીઓ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ મહિલાની તાત્કાલિક ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

યુવાન ઉપર હુમલો

મોરબી તાલુકાના સાદુકા ગામે રહેતા હસમુખભાઈ હમીરભાઇ પટેલ (26) નામના યુવાનને અજાણ્યા શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News