લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલ માતા સાથે ઝઘડો કરીને આપી ધમકી


SHARE









મોરબીમાં સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલ માતા સાથે ઝઘડો કરીને આપી ધમકી

મોરબી શહેરી વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા માટે ગયેલ સગીરાની માતા સાથે બોલાચેલી ઝઘડો કર્યો હતો અને પથ્થરના છૂટા ઘા કરીને તથા ભાલા જેવુ હથિયાર બતાવીને ધાક ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવી ઘટનાઓ દિવસે અને દિવસે મોરબીમાં વધી રહી છે અને અવારનવાર હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, હુમલો, દુષ્કાર્મ્મ છેડતી વિગેરે જેવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીરને એક શખ્સ દ્વારા ઈસારા કરીને છેડતી કરવામાં આવતી હતી જેથી સગીરાની માતા છેડતી કરનાર શખ્સને સમજાવવા માટે તેના ઘરે ગયા હતા અને ત્યારબાદ નિઝામ ઉર્ફે ભૂરો હુસેનભાઇ કટિયા નામના શખ્સે સગીરાની માતાને ધાક ધમકી આપી હતી અને પથ્થરના છુટા ઘા કર્યા હતા તેમજ ભાલા જેવું હથિયાર બતાવવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ મહિલાએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કાલિકપ્લોટ વિસ્તારમાં રહેતા સાજીદ દોસમામદ મિયાણા (30) નામના યુવાનના ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News