હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઇલમાં વધુ પડતી વાત કરવાની ના પાડતા સગીરા દવા પી ગઇ


SHARE





મોરબીમાં મોબાઇલમાં વધુ પડતી વાત કરવાની ના પાડતા સગીરા દવા પી ગઇ

મોરબી તાલુકા ભીલાપર ગામે મેલડી માતાના મંદિર પાસે રહેતા પરિવારની ધર્મિષ્ઠાબેન મહેશભાઇ બરાસરા (16) નામની સગીરા દવા પી જતાં સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. બનાવની તાલુકા પોલીસને જાણ કરાતા સ્ટાફના એમ.પી. ઝાલાએ તપાસ કરી હોય જેમાં સામે આવ્યું હતું કે ધર્મિષ્ઠાબેન મોબાઇલ ફોનમાં વધુ પડતી વાતો કરતી હોય અને ઘરકામમાં ધ્યાન આપતી ન હોય સામાન્ય ઠપકો આપતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લેતા સારવારમાં ખસેડાયા હતા.  

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે લાલપર ગામ નજીક અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર વિજયભાઇ શિવાભાઇ પરમાર (37, રહે. શક્તિ પાર્ક, વજેપર શેરી નં.19)ને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

આરોપી મળી આવ્યો
મધ્ય પ્રદેશ ખાતે સગીરાનું અપહરણના કેસમાં પોલીસ બાતમી આધારે મોરબી આવી હતી. અહીં લાલપર ગામ ખાતેથી સિરામીક યુનીટના લેબર ક્વાટરમાં રહીને મજુરી કામ કરતા અનિલકુમાર ભાગચંદ ઠાકુર (23, રહે. શામનગર, થાના મધ્ય પ્રદેશ) અપહૃત સગીરા સાથે મળી આવેલ હોય. બંનેને હસ્તગત કરીને એમપી પોલીસ બંનેને સાથે મધ્ય પ્રદેશ લઇ ગઇ હોવાની સ્થાનિક પોલીસ સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થયેલ છે.

યુવાન સારવારમાં
મોરબીના રાજકોટ હાઇવે લજાઇ પાસેની હોટલ નજીક રીક્ષા પલ્ટી ખાઇને ડિવાઇડર સાથે અથડાવી સુનિલકુમાર નામના 32 વર્ષના યુવાનને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે માળીયા મીંના કેસરીયા વાંઢ વિસ્તારમાં રહેતો અશોક ગોવિંદભાઇ ઇન્દીરા (30) નામનો યુવાન કોઇ કારણસર દવા પી જતાં તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત
મોરબીના ઘુનડા રોડ ગ્રીન સીટી નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા શ્યામલાલ રણછોડભાઇ પસાયા (ઉ.વ. 45), રંભાબેન શ્યામલાલ-40, નરહરી રામહરી ભુરીયા-40, સગુણાબાઇ ભુરીયા-36 અને સોનુભાઇ-06, રહે. તમામ પંચાસર ચોકડી મોરબીને ઇજાઓ થયેલ હોય બધાને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા
મોરબી વીસીપરામાં રહેતા મહેબુબ ઇકબાલ ભટ્ટી-27ને ત્યાં મારામારીમાં ઇજા થતાં સારવારમાં લવાયો હતો અને વીસીપરા નજીકના રણછોડનગરમાં રહેતા સુહાનાબેન ફીરોઝબેન જેડાને ઘર નજીક સહેનાઝબેન સાથે ઝગડા બાદ મારામારી થતાં સારવાર માટે સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા




Latest News