મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે પતિ સાથે એક્ટિવમાં જઈ રહેલા મહિલાના ગળામાંથી 1.75 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો


SHARE







મોરબીમાં ધોળા દિવસે પતિ સાથે એક્ટિવમાં જઈ રહેલા મહિલાના ગળામાંથી 1.75 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ ખાટકીવાસ પાસેથી આધેડ પોતાના પત્નીને એકટીવામાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સે આધેડના પત્નીના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને પોણા બે લાખ રૂપિયાની કિંમતનો સોનાનો ચેન જૂટવી લઈને આ શખ્સ નાસી ગયો હતો જે બનાવો સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતા (51)એ અજાણ્યા શખ્સની સામે ચીલ ઝડપની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ ખાટકીવાસ ચોક પાસેથી તેઓ પોતાના એકટીવામાં તેમના પત્નીને બેસાડીને ખરીદી કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે ફરિયાદીના પત્નીના ગળામાં પહેરેલ આશરે દોઢ તોલાના સોનાના ચેનની ચીલ ઝડપ કરી હતી અને પોણા બે લાખ રૂપિયાની કિંમતનો સોનાનો ચેન જૂવીને આરોપી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર. જાડેજા અને તેઓની ટીમ દ્વારા આરોપી સરફરાજ ઉર્ફે ફેજલ અબ્દુલભાઈ મંરીયા રહે ભૂ કેમ્પ એરિયા ચાવડી પોલીસ ચોકી પાસે વાળાની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

પરણીતાને મારવા મજબૂર કર્યાની ફરિયાદ

હળવદ તાલુકાના માથ ગામે રહેતા વાઘજીભાઈ રાઠોડની દીકરી સોનલબેન (26)એ હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ભરતભાઈ બાબુભાઈ ચાવડા, સાસુ લીલાબેન બાબુભાઈ ચાવડા અને મોટા સસરા પરસોતમભાઈ ડાયાભાઈ ચાવડા રહે. બધા ગુજરાત સોસાયટી વીસીપરા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને તેના પતિ, સાસુ તથા મોટા સસરાલગ્નજીવન દરમિયાન નાના-મોટી બાબતે હેરાન પરેશાન કરી મેણાં ટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપી એસીપીવા મજબૂર કરેલ છે જેથી આ બનાવ સંદર્ભે હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News