મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા જુદાજુદા બે જગ્યાએ છરીની અણીએ મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનામાં દેવીપૂજક ગેંગના 1 બાળ કિશોર સહિત 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ


SHARE







મોરબી તાલુકા જુદાજુદા બે જગ્યાએ છરીની અણીએ મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનામાં દેવીપૂજક ગેંગના 1 બાળ કિશોર સહિત 4 શખ્સ પકડાયા, એકની શોધખોળ

મોરબીના જેતપર અને ચકમપર ગામની સીમમાં પાંચ શખ્સો ચોરી અને લુંટ કરવાના ઇરાદે આવ્યા હતા જો કે, દાગીના કે રોકડ નહી મળતા છરી અને ધોકા જેવા હથીયાર બતાવીને દંપતીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યાર બાદ બંને સ્થળે પરિણીતાની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેમાં એક સ્થળે એક શખ્સે મહિલાની સાથે દુષ્કર્મ કર્યું હતું જયારે ચકમપર ગામની સીમમા પરિણીતાની સાથે ત્રણ શખ્સોએ સામુહિક દુષ્કર્મ કર્યું હતું જે બંને ગુનાનો એલસીબીની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે અને હાલમાં આ બંને ગુનામાં એક બાળ કિશોર સહિત 4 ને પકડવામાં આવેલ છે અને એક શખ્સને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબી તાલુકામાં જાણે કે મહિલાઓ સાથે દુષ્કર્મ આચરતી ગેંગ સક્રિય થઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો કેમ કે, તા 4/6 ના રોજ રાત્રીના 10:30 કલાકે જેતપર ગામની સીમમાં વાડીએ દંપતી તેના બાળક સાથે સૂતું હતું ત્યારે પાંચ શખ્સો ચોરી અને લૂંટના ઇરાદે વાડીએ આવ્યા હતા જો કે, ત્યાર બાદ મહિલાના પતિના ગળા ઉપર છરી રાખીને મહિલાની સાથે પાંચ પૈકીનાં એક શખ્સે ચારીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તા 5/6 ના રોજ રાત્રિના બે વાગ્યે ચકમપર ગામની સીમમાં એક વાડીએ આ પાંચ શખ્સો આવ્યા હતા અને છરી ધોકા સાથે ધાબા ઉપર સુતેલ ખેત મજુર પાસે પહોચ્યા હતા અને છરી અને ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ દાગીના અને રૂપિયા આપવા માટે ખેત મજૂરને કહ્યું હતું અને બાદમાં તેની પત્નીની સાથે પાંચ પૈકીનાં 3 શખ્સોએ મહિલાના પતિની હાજરીમા વારા ફરતી દુષ્કર્મ કર્યું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બંને સ્થળે આવેલા શખ્સો કાઠિયાવાડી ભાષા બોલતા હોવાનું સામે આવ્યું હતું અને બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેથી આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી.

દરમ્યાન ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આઇજી ચિરાગ કોરડીયા અને એસપી મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ આર.સી.ગોહિલ અને તેઓની ટિમ આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરી રહી હતી. દરમ્યાન આ ગુનામાં હળવદ તાલુકાનાં મથક અને કડિયાણા ગામની દેવીપૂજક ગેંગ હોવાની ખાનગી બાતમી મળી હતી. જેથી તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરીને પોલીસે ફરિયાદી આપેલા વર્ણન મુજબના ત્રણ શખ્સો અને એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરને વિશ્વાસમા લઇને પુછપરછ કરતાં તેઓએ ગુનો કર્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે હાલમાં આરોપી નવઘણભાઇ કાળુભાઇ વાધેલા (21), દિલીપ ઉર્ફે દિપો કેશાભાઇ વાજેલીયા (20), મુન્નાભાઇ ગંગરામભાઇ વાજેલીયા (23) અને કાયદાના સંધર્ષમાં આવેલ એક બાળ કિશોર (16) રહે. બધા જ કડીયાણા વાળાને પકડ્યા છે

આ ગુનામાં હજુ દિનેશભાઇ મધુભાઇ જખાનીયા રહે, માથક વાળાને પકડવાનો બાકી છે જો કે, પકડાયેલા આરોપીઓ પાસેથી બાઇક નંબર જીજે 36 એએમ 2597 જેની કિંમત 30 હજાર અને 4 મોબાઈલ જેની કિંમત 20 હજાર આમ કુલ મળીને 55 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપી તથા મુદામાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવેલ છે. આ કામગીરી એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલ તથા તાલુકા પીઆઇ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી  તથા એલ.સી.બી., પેરોલફર્લો અને તાલુકા પોલીસની ટિમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News