મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મકાન નામે કરી દેવાનું કહીને આધેડને તેના ભાઈ અને ભત્રીજાએ માર માર્યો


SHARE





















મોરબીમાં મકાન નામે કરી દેવાનું કહીને આધેડને તેના ભાઈ અને ભત્રીજાએ માર માર્યો

મોરબીના વિદ્યુતનગર વિસ્તારમાં આધેડ અને તેના ભાઈના નામનું મકાન આવેલું છે જે મકાન આધેડને તેના ભાઈએ પોતાના નામે કરી દેવા માટે કહ્યું હતું જો કે, આધેડે ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ ભાઈ અને ભત્રીજાએ આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ બાઈક ઉપર તેનું અપહરણ કરીને જાંબુડીયા ગામ પાસે બ્રિજ નજીક કારખાના પાસે લઈ ગયા હતા અને ત્યાં લાકડાના ધોકા વડે આધેડને માર મારવામાં આવ્યો હતો જેથી આધેડે સારવાર લીધા બાદ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ગજડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ પર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન સોસાયટીમાં રહેતા વાસુરભાઈ સામંતભાઈ સોઢીયા (50)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ મગનભાઈ સામંતભાઈ સોઢીયા અને ભત્રીજા રાજ મગનભાઈ સોઢીયા રહે બંને હાલ વિદ્યુત નગર સોસાયટી સર્કિટ હાઉસ સામે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી લાલપર ગામની સીમમાં આવેલ સયાજી હોટેલની સામે આલ્ફા ડાયમંડ ટૂલ્સ નામનું ચાઇના એબ્રેશીંગનુ કારખાના આવેલું છે ત્યાં હતા ત્યારે ફરિયાદીના ભાઈ અને ભત્રીજો ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા તેમના ભાઈના નામે મોરબીના વિદ્યુતનગરમાં મકાન આવેલ છે જે મકાન આરોપીએ પોતાના નામે કરી દેવાનું કહ્યું હતું જેથી ફરિયાદીએ મકાન નામે કરી દેવાની ના પાડી હતી ત્યારે ફરિયાદીના ભાઈ મગનભાઈએ તેને ગાળો આપી હતી અને લાફો માર્યો હતો ત્યાર બાદ બંને આરોપીઓએ ફરિયાદીને બળજબરીથી બાઈકમાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું અને જાંબુડીયા પાસે કોરલ ગોલ્ડ કારખાના નજીક અવાવરુ જગ્યાએ લઈ જઈને ત્યાં લાકડાના ધોકા વડે બંનેએ વારાફરતી ફરિયાદી માર માર્યો હતો અને ફરિયાદીને પગના ભાગે મારમારીને ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા આધેડે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

સામખયારીમાં પેટ્રોલ પંપ નજીક રબારી સમાજની વાડી પાસે રહેતા પિયુષભાઈ ટપુભાઈ (18) નામનો યુવાન ભચાઉ ખાતે પેટ્રોલ ભરવા માટે થઈને જતો હતો ત્યારે રસ્તામાં અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

યુવાનને માર માર્યો

મોરબીના શોભેશ્વર રોડ ઉપર મંદિર પાસે રહેતા નરેન્દ્રભાઈ કરુણાશંકર મહેતા (30) નામના યુવાનને ઘૂટું રોડ ઉપર સિલ્વર સોસાયટી પાસે ભાવલો અને કાંતિલાલ ગામના બે વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવતા ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. #morbi










Latest News