મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડીએ કાર ચાલકે ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી જવાથી વૃદ્ધને ઇજા તેની પત્નીનું મોત


SHARE









મોરબીની વાવડી ચોકડીએ કાર ચાલકે ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી જવાથી વૃદ્ધને ઇજા તેની પત્નીનું મોત

મોરબીની વાવડી ચોકડી પાસેથી વૃદ્ધ પોતાના પત્નીને પોતાની રીક્ષામાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા અને રસ્તા વચ્ચેની કટ પાસે રીક્ષા ઉભી રાખી હતી દરમિયાન કાર ચાલકે પાછળથી રીક્ષાને ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને આ બનાવમાં વૃદ્ધને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના પત્નીને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે ઈજા પામેલ વૃદ્ધે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીરામ પાર્કમાં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા (65)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 10 ઇસી 2231 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાવડી ચોકડી પાસેથી તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 0185 માં તેના પત્ની ભાનુબેનને બેસાડીને પસાર થયા હતા અને વાવડી ચોકડી પાસે રોડ ક્રોસ કરવા માટે બંને રોડની વચ્ચની કટ પાસે રિક્ષા ઊભી રાખી હતી દરમિયાન કાર ચાલકે નવલખી ફાટક તરફ આવીને ફરિયાદીની રીક્ષામાં પાછળના ભાગે કાર અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી ફરિયાદીને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ પાંસળી અને ખભામાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જ્યારે ફરિયાદીના પત્ની ભાનુબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર માંડલ ગામ પાસે આવેલ કારખાનાની અંદર કામગીરી દરમિયાન અકસ્માતે ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા સંજય રાજુભાઈ ભીલવાડ (22) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

વાંકાનેરના ઢુવા ખાતે રહેતા રાજેશભાઈ મગનભાઈ ડાભી (24) ગામના યુવાને ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને બનાવની જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi 




Latest News