મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામ પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું સારવારમાં મોત


SHARE









મોરબીના રંગપર ગામ પાસે બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું સારવારમાં મોત

મોરબીના રંગપર ગામ પાસે આવેલા હોટલ સામે પૂલ નજીકથી યુવાન પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો દરમિયાન બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના રંગપર ગામે પાણીના ટાંકા પાસે રહેતા સુનિલભાઈ ગોકળભાઈ કગથરા (24)એ હાલમાં બાઈક નંબર જીજે 36 એકે 1043 માં ચાલક મેહુલભાઈ મધુભાઈ ગડેશિયાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે રંગપર ગામ પાસે આવેલા શ્રમ શ્રદ્ધા હોટલ નજીક પુલ પાસેથી જયંતિભાઈ મગનભાઈ કગથરા (47) પગપાળા ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં જયંતિભાઈને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન જયંતીભાઈનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુદીજુદી જગ્યાએ મારા મારીના 3 બનાવ

મોરબીના ખેવારીયા ગામે રહેતા મંજુબેન વિનોદભાઈ પરમાર (50) નામના આધેડ મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા શોભનાબેન રાજુભાઈ સોલંકી (40) નામના મહિલાને માર મારવામાં આવ્યો હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે તો મોરબીના ખેવારીયા ગામે રહેતા દિપક ખેંગારભાઈ પરમાર (50) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવવી પોલીસને જાણ કરવામાં આવી હતી. #morbi




Latest News