મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના નિવૃત્ત સભ્યોને હવે મળશે પૂર્વ સૈનિકનો દરજ્જો


SHARE







મોરબી: મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના નિવૃત્ત સભ્યોને હવે મળશે પૂર્વ સૈનિકનો દરજ્જો

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન અનુસાર, મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) માંથી સેવા નિવૃત્ત થયેલા સભ્યોને હવેથી પૂર્વ સૈનિક” (Ex-Servicemen) તરીકેની સત્તાવાર પાત્રતા એનાયત કરવામાં આવી છે. આ નિર્ણયના પરિણામે, નિવૃત્ત MNS સભ્યો પણ અન્ય પૂર્વ સૈનિકોની જેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, અનામત અને પુનર્વસવાટના લાભો મેળવી શકશે.

મિલિટરી નર્સિંગ સર્વિસમાંથી સન્માનપૂર્વક નિવૃત્ત થયેલા તમામ પાત્રતા ધરાવતા સભ્યો પોતાનું પૂર્વ સૈનિક તરીકેનું સત્તાવાર ઓળખપત્ર (ID Card) મેળવી શકે તે માટેની પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવી છે. આ માટે નિવૃત્ત સભ્યોએ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ www.esm.gujarat.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ચકાસણી પૂર્ણ થયા બાદ સભ્યોને પૂર્વ સૈનિક તરીકેનું ડિજિટલ ઓળખપત્ર ઈશ્યૂ કરવામાં આવશે, જેથી તેઓ સરકારના વિવિધ લાભો સરળતાથી મેળવી શકશે તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી-રાજકોટની યાદીમાં જણાવાયું છે.






Latest News