મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ ૧૨ વર્ષ વિકાસના: ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૧૯૫ લાભાર્થીઓને ૮૯.૧૦ લાખની સહાય અર્પણ મોરબીમાં ગુમ થયેલા બાળકનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવતી ચાઇલ્ડ હેલ્પલાઇન અને બાળ સુરક્ષા ટીમ મોરબી: બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકાયું મોરબી: મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS) ના નિવૃત્ત સભ્યોને હવે મળશે પૂર્વ સૈનિકનો દરજ્જો મોરબી: ઘેંટું લેવા જવાનું કહીને એક સગીર સહિત કુલ ચાર ભાણેજ સાથે ચોરી લૂંટ કરવા નીકળેલા મામા-3 ભાણેજે બે પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ હળવદના કોયબા ગામ નજીક રબ્બરની ફેક્ટરીમાં  વિકરાળ આગ: 6 ફાયર ફાયટર ઘટના સ્થળે મોરબીમાં ઘર કંકાસથી કંટાળીને પરિણિતા ઘઉંમાં નાખવાનો પાવડર પી જતા રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબી: ઘેંટું લેવા જવાનું કહીને એક સગીર સહિત કુલ ચાર ભાણેજ સાથે ચોરી લૂંટ કરવા નીકળેલા મામા-3 ભાણેજે બે પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ


SHARE











મોરબી: ઘેંટું લેવા જવાનું કહીને એક સગીર સહિત કુલ ચાર ભાણેજ સાથે ચોરી લૂંટ કરવા નીકળેલા મામા-3 ભાણેજે બે પરિણીતા સાથે આચર્યું દુષ્કર્મ

મોરબી તાલુકાનાં જુદાજુદા બે ગામમાં રાત્રિના સમયે ચોરી અને લૂંટ કરવા માટે ગેંગ નીકળી હતી ત્યારે વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકો પાસેથી કોઈ કિંમતી મુદામાલ મળી આવેલ ન હતી જો કે, વાડીએ હજાર રહેલા દંપતીને ડરાવવા અને ધમકાવવામાં આવ્યા હતા અને બંને જગ્યાએ મહિલાના પતિના ગળા ઉપર છરી રાખીને દુષ્કર્મ કરવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ સ્ટેશને દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મની જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ હતી. જે ગુનામાં પાંચ આરોપી પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરીને તેના પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા જો કે, એક કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર હોય તેને બાળ સુધારણા ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

મોરબી તાલુકાનાં જેતપર અને ચકમપર ગામની સીમમાં પાંચ શખ્સો ચોરી અને લુંટ કરવાના ઇરાદે ગત તા. 4/6 ની રાતે આવ્યા હતા અને રાતના 10:00 થી લઈને 11:30 સુધીના સમયગાળામાં જુદીજુદી બે વાડીમાં લૂંટ અને ચોરી કરવાના ઇરાદે ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર રહેલા દંપતીને ડરાવવામાં આવ્યા હતા જો કે, તેઓની પાસેથી દાગીના કે રોકડ નહી મળતા છરી અને ધોકા જેવા હથીયાર બતાવીને મહિલાને પતિને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી અને જેતપર ગામે પાંચ પૈકીનાં એક શખ્સે મહિલાની સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે બાદ આ ગેંગ ચકમપર ગામે વાડી વિસ્તારમાં પહોચી હતી અને ત્યાં હાજર રહેલા દંપતીમાં પુરુષને છરી બતાવીને મારી નાખવાની ધમકી આપીને મહિલા સાથે પાંચ પૈકીનાં 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું

જેથી જુદીજુદી બે ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી અને બંને સ્થળે આવેલા શખ્સો કાઠિયાવાડી ભાષા બોલતા હોવાથી સ્થાનિક શખ્સો આ ગુનામાં સંડોવાયેલ હોવાની શંકા આધારે તપાસ શરૂ કરી હતી અને પોલીસે સામૂહિક દુષ્કર્મના ગુનામાં આરોપી નવઘણ કાળુભાઇ વાધેલા (21), દિલીપ કેશાભાઇ વાજેલીયા (20), મુન્ના ગંગરામભાઇ વાજેલીયા (23) અને કાયદાના સંધર્ષમાં આવેલ એક બાળ કિશોર (16) રહે. બધા જ કડીયાણા વાળાને પકડ્યા હતા અને ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા. અને બાળ કિશોરને બાળ સુધારણા ગૃહ ખાતે ખસેડવામાં આવેલ છે.

મોરબી એસસી એસટી સેલના ડીવાયએસપી વિરલ દલવાડીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આ ગુનામાં મુખ્ય આરોપી દિનેશભાઇ મધુભાઇ જખાનીયાને પકડવાનો બાકી છે તેને હાલમાં પકડાયેલ બાળ કિશોર સહિતના ચારેય આરોપીઓ સબંધમાં ભાણેજ થાય છે અને ઘેંટું લેવા જવું છે એટ્લે કે ચોરી કરવા જવું છે તેવું કહીને ચરાડવા ગામ પાસે બોલાવ્યા હતા ત્યાર બાદ પાંચેય આરોપીઓ જુદાજુદા બે બાઈકમાં જેતપર ગામ બાજુ ગયા હતા અને પહેલા જેતપર ગામના સિમ વિસ્તારમાં વાડીએ મહિલાની સાથે આરોપી દિનેશભાઇ જખાનીયાએ દુષ્કર્મ કર્યું હતું ત્યારે બાદ તેઓ ચકમપર ગામના વાડી વિસ્તારમાં ગયા હતા ત્યાર આરોપી નવઘણભાઇ વાધેલા, દિલીપ ઉર્ફે દિપો વાજેલીયા અને મુન્નાભાઇ વાજેલીયાએ મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું

મોરબી પોલીસે અગાઉ ત્રણેય આરોપીની સમૂહીક દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી હતી અને ત્યારે આરોપીઓ પાસેથી બાઇક નંબર જીજે 36 એએમ 2597 અને 4 મોબાઈલ આમ કુલ મળીને 55 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો જો કે, આ ત્રણેય આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં પાછા આ આરોપીઓની જેતપર ગામે મહિલા સાથે પકડવાના બાકી આરોપી દિનેશએ કરેલ દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે જો કે, મુખ્ય માસ્ટર માઇન્ડ દિનેશભાઇ જખાનીયા કે જે અગાઉ આવી જ રીતે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલ હતો તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News