મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી: બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકાયું


SHARE









મોરબી: બાગાયતદાર ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકાયું

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ અને પાકના વૈવિધ્યીકરણ માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ ની વિવિધ નવી પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે સરકારશ્રીનું અધિકૃત ‘આઇ-ખેડૂત ૨.૦’ પોર્ટલ (http://ikhedut.gujarat.gov.in) તા. ૧૯/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ વર્ષે ખેડૂતો માટે મુખ્યત્વે (૧) “ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ”, (૨) “રાઇઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” અને (૩) “બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ” જેવા મહત્વના ઘટકો માટે સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાગાયતદારોએ આ યોજનાઓનો લાભ લેવા માટે સૌપ્રથમ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરવાની રહેશે. નોંધણી બાદ નિયત ફોર્મ ભરી, માગ્યા મુજબના જરૂરી આધાર-પુરાવાઓ અને કાગળો ઓનલાઇન અપલોડ કરીને અરજી ‘કન્ફર્મ’ કરવાની રહેશે. ખેડૂતોએ ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢીને અત્યારે માત્ર પોતાની પાસે જ સુરક્ષિત રાખવાની રહેશે (અરજી સબમિટ કરવા કચેરીએ રૂબરૂ આવવાનું નથી). જ્યારે ઓનલાઇન પૂર્વ-મંજૂરી મળી જાય, ત્યારબાદ જ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરીને જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે જમા કરાવવાના રહેશે તેવું જિલ્લા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News