મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 પતાપ્રેમી 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE







મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 પતાપ્રેમી 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબીના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશીપ આધ્યા હાઈટ્સ બ્લોક નંબર 204 માં રહેતા શખ્સનાં ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ઘરધણી સહિત કુલ આઠ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 7.20 લાખ રૂપિયા રોકડા કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશીપ આધ્યા હાઇટ્સ બ્લોક નંબર 204 માં રહેતા રસિકભાઈ ફેફરના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી રસિકભાઈ ગણેશભાઈ ફેફર તથા પ્રકાશભાઈ વશરામભાઇ ફેફર રહે. આલાપ રોડ અમીધારા એપાર્ટમેન્ટ મોરબી, ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી રહે. અવની ચોકડી સોહમ પેલેસ મોરબી, જયંતીલાલ ગાંડુભાઇ ઠોરીયા રહે. બાયપાસ ધર્મ લાભ સોસાયટીના નાકે સરદાર પેલેસ મોરબી, મીઠાલાલ મનજીભાઈ ફેફર રહે. પંચાસર રોડ રાજનગર હનુમાન મંદિર પાસે મોરબી, યોગેશભાઈ ભીમજીભાઇ અમૃતિયા રહે. સતનામનગર ચંદ્રેશનગર પાછળ કેસરી હાઇટ્સ મોરબી, ગણેશભાઈ નરભેરામભાઇ ફેફર રહે. ઉમિયા સર્કલ પાસે તપોવન સોસાયટી ઓમ પાર્ક મોરબી અને પ્રભુભાઈ સુંદરજીભાઈ ભાલોડીયા રહે. ચાચાપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 7.20 લાખ રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi






Latest News